Workplace કુકી પોલિસી
આ Workplace કુકી પોલિસી (“કુકી પોલિસી”) સમજાવે છે કે અમે કુકીનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ અને Workplace પ્રાઇવસી પોલિસી સાથે વાંચવી જોઈએ જે અમે કુકી દ્વારા એકત્રિત કરીએ છીએ તે વ્યક્તિગત ડેટાની અમારી પ્રક્રિયા પર લાગુ થશે. જ્યારે તમે અમારી પબ્લિક-ફેસિંગ માર્કેટિંગ અને માહિતી વેબસાઇટ workplace.com “Workplace સાઇટ”) ની મુલાકાત લો ત્યારે આ કુકી પોલિસી લાગુ પડતી નથી.
કુકી અને સ્ટોરેજની અન્ય ટેકનોલોજી
કુકી, વેબ બ્રાઉઝર પર માહિતી સ્ટોર કરવા માટે ઉપયોગમાં લેવાતા ટેક્સ્ટના નાના-નાના ભાગ છે. કુકીનો ઉપયોગ કમ્પ્યુટર, ફોન અને અન્ય ડિવાઇસ પરના ઓળખકર્તાઓ અને અન્ય માહિતી સ્ટોર અને પ્રાપ્ત કરવા માટે થાય છે. તમારા વેબ બ્રાઉઝર અથવા ડિવાઇસ પર અમે સંગ્રહિત કરીએ છીએ તે ડેટા, તમારા ડિવાઇસ સાથે સંકળાયેલ ઓળખકર્તાઓ અને અન્ય સોફ્ટવેર સહિત, અન્ય ટેકનોલોજીનો ઉપયોગ સમાન ઉદ્દેશો માટે થાય છે. આ પોલિસીમાં, અમે આ બધી ટેકનોલોજીને “કુકી” તરીકે સંદર્ભિત કરીએ છીએ.
અમે કુકીનો ઉપયોગ ક્યાં કરીએ છીએ?
અમે તમારા કમ્પ્યુટર અથવા ડિવાઇસ પર કુકી મૂકી શકીએ છીએ અને કુકીમાં સ્ટોર કરેલ માહિતી મેળવી શકીએ છીએ, જ્યારે તમે ઑનલાઇન વર્કપ્લેસ પ્રોડક્ટનો ઉપયોગ કરો છો જે અમે અમારા ગ્રાહકોને પૂરી પાડિએ છીએ (તે સંસ્થા કે જેના માટે તમે કામ કરો છો અથવા જેણે તમારા એકાઉન્ટની જોગવાઈ કરી છે) જે યુઝરને Workplace પ્રોડક્ટ, ઍપ અને સંબંધિત ઑનલાઇન સેવાઓ (એકસાથે "Workplace સેવાઓ") સહિત કામ પર માહિતીને સહયોગ અને શેર કરવાની મંજૂરી આપે છે.
કુકી કેટલો સમય ચાલે છે?
બધી કુકીની સમાપ્તિ તારીખો હોય છે જે નક્કી કરે છે કે તેઓ તમારા બ્રાઉઝરમાં અથવા તમારા ડિવાઇસ પર કેટલો સમય રહે છે અને તેને બે ગ્રૂપમાં વિભાજિત કરી શકાય છે:
- સેશન કુકી – આ અસ્થાયી કુકી છે જે જ્યારે પણ તમે તમારું બ્રાઉઝર બંધ કરો છો ત્યારે તેનો સમય પૂર્ણ થાય છે (અને આપમેળે ભૂંસી નાખવામાં આવે છે).
- પર્સિસ્ટન્ટ કુકી – આમાં સામાન્ય રીતે સમાપ્તિ તારીખ હોય છે અને તેથી જ્યાં સુધી તેઓનો સમય પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારા બ્રાઉઝરમાં રહે છે અથવા જ્યાં સુધી તમે તેને મેન્યુઅલી ડિલીટ ન કરો.
અમે શા માટે કુકીનો ઉપયોગ કરીએ છીએ?
કુકી અમને Workplaceની સેવાઓ પ્રદાન કરવામાં, સુરક્ષિત કરવામાં અને સુધારવામાં મદદ કરે છે, જેમ કે કન્ટેન્ટને વ્યક્તિગત કરીને અને વધુ સુરક્ષિત અનુભવ પૂરો પાડીને.
ખાસ કરીને, અમે તેનો ઉપયોગ નીચેના હેતુઓ માટે કરીએ છીએ:
કુકીનો પ્રકાર | હેતુ |
---|---|
ઑથેન્ટિકેશન | અમે કુકીનો ઉપયોગ તમારા એકાઉન્ટની ખાતરી કરવા માટે અને તમે ક્યારે લૉગ ઇન કર્યું તે નક્કી કરવા માટે કરીએ છીએ કે જેથી અમે તમારા માટે Workplace સેવાઓને ઍક્સેસ કરવાનું સરળ બનાવી અને તમને યોગ્ય અનુભવ અને સુવિધાઓ બતાવી શકીએ. ઉદાહરણ તરીકે: અમે તમારા બ્રાઉઝરને યાદ રાખવામાં મદદ કરવા માટે કુકીનો ઉપયોગ કરીએ છીએ જેથી તમારે Workplaceની સેવાઓમાં લૉગ ઇન કરતા રહેવાની જરૂર પડતી નથી. |
સુરક્ષા, નેટવર્ક લોકેશન અને પ્રોડક્ટની અખંડિતતા માટે | અમે કુકીનો ઉપયોગ તમારા એકાઉન્ટ, ડેટા અને Workplace સેવાઓને સલામત અને સુરક્ષિત રાખવામાં અમારી મદદ માટે કરીએ છીએ. ઉદાહરણ તરીકે: કુકી અમને વધારાના સુરક્ષા પગલાં ઓળખવામાં અને લાદવામાં મદદ કરી શકે છે જ્યારે કોઈ વ્યક્તિ અધિકૃતતા વિના વર્ક એકાઉન્ટને ઍક્સેસ કરવાનો પ્રયાસ કરી શકે છે, દાખલા તરીકે, દાખલા તરીકે, વિવિધ પાસવર્ડનો ઝડપથી અનુમાન લગાવીને. અમે કુકીનો ઉપયોગ તમે તમારો પાસવર્ડ ભૂલી જાઓ તેવા કિસ્સામાં તમારા એકાઉન્ટને રિકવર કરવા અથવા જો તમે અમને જણાવો કે તમારું એકાઉન્ટ હેક થયેલું છે તો વધારાના ઑથેન્ટિકેશનને આવશ્યક બનાવવા માટે પરવાનગી આપે તેવી માહિતી સ્ટોર કરવા માટે પણ કરીએ છીએ. અમે કુકીનો ઉપયોગ અમારી પોલિસીનું ઉલ્લંઘન કરતી અથવા Workplace સેવાઓ પૂરી પાડવાની અમારી ક્ષમતાનું સ્તર ઘટાડતી એક્ટિવિટીનો સામનો કરવા માટે પણ કરીએ છીએ. |
સુવિધાઓ અને સેવાઓ | અમે કાર્યક્ષમતા પૂરી પાડવા માટે કુકીનો ઉપયોગ કરીએ છીએ જે અમને Workplace સેવાઓ પૂરી પાડવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે: કુકી અમને પસંદગીઓને સ્ટોર કરવામાં મદદ કરે છે, તમે Workplace કન્ટેન્ટ ક્યારે જોયુ અથવા તેની સાથે ઇન્ટરેક્ટ કર્યુ છે તે જાણવામાં અને પ્રોવકુકી અમને પસંદગીઓને સ્ટોર કરવામાં, તમે Workplace કન્ટેન્ટ ક્યારે જોયુ અથવા તેની સાથે ઇન્ટરેક્ટ કરી છે તે જાણવામાં અને તમને કસ્ટમાઇઝ કરેલ કન્ટેન્ટ અને અનુભવો પૂરા પાડવામાં મદદ કરે છે. અમે તમને તમારા લોકેલથી સંબંધિત કન્ટેન્ટ પૂરી પાડવામાં મદદ માટે પણ કુકીનો ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ તરીકે: અમે તમારા બ્રાઉઝર અથવા ડિવાઇસ પર મૂકેલી કુકીમાં માહિતી સ્ટોર કરીએ છીએ જેથી તમે સેવા તમારી પસંદ કરેલી ભાષામાં જોઈ શકશો. |
પર્ફોર્મન્સ | અમે કુકીનો ઉપયોગ તમને શક્ય તેટલો શ્રેષ્ઠ અનુભવ પૂરો પાડવા માટે કરીએ છીએ. ઉદાહરણ તરીકે: કુકી સર્વર્સ વચ્ચે ટ્રાફિક રૂટ કરવામાં અને વિભિન્ન લોકો માટે Workplace સેવાઓ કેટલી ઝડપથી લોડ થાય તે સમજવામાં અમારી મદદ કરે છે. કુકી અમને તમારી સ્ક્રીન અને windowsનો ગુણોત્તર અને પરિમાણો રેકોર્ડ કરવામાં અને તમે હાઇ કોન્ટ્રાસ્ટ મોડ ચાલુ કરેલ છે કે કેમ તે જાણવામાં મદદ કરે છે કે જેથી અમે તમારી સાઇટ અને ઍપને યોગ્ય રીતે પ્રદર્શિત કરી શકીએ. |
વિશ્લેષણ અને સંશોધન | લોકો Workplace સેવાઓનો ઉપયોગ કેવી રીતે કરે છે તે સારી રીતે સમજવા માટે અમે કુકીનો ઉપયોગ કરીએ છીએ કે જેથી અમે તેમને બહેતર બનાવી શકીએ. ઉદાહરણ તરીકે: કુકી, લોકો Workplace સેવાનો ઉપયોગ કેવી રીતે કરે છે, તે સમજવા, Workplace સેવાઓનો કયો ભાગ લોકોને સૌથી ઉપયોગી અને વ્યસ્ત રાખનારો લાગે છે તેનું વિશ્લેષણ કરવા, સુધારો કરી શકાય તેવી સુવિધાઓ ઓળખવામાં અમારી મદદ કરી શકે છે. |
અમે કઈ કુકીનો ઉપયોગ કરીએ છીએ?
અમે ઉપયોગમાં લઈએ છીએ તે કુકીમાં સેશન કુકી, જે તમે તમારા બ્રાઉઝરને બંધ કરો ત્યારે ડિલીટ કરવામાં આવે છે અને સ્થાયી કુકી, જે તેની સમયસીમા સમય પૂર્ણ ન થાય ત્યાં સુધી અથવા તમે તેને ડિલીટ કરો નહીં ત્યાં સુધી તમારા બ્રાઉઝર પર રહે છે, આનો સમાવેશ થાય છે.
અમે માત્ર Workplace સેવાઓમાં પ્રથમ પક્ષની કુકી સેટ કરીએ છીએ. Workplace સેવાઓમાં ત્રાહિત પક્ષ કુકી સેટ કરવામાં આવતી નથી.
તમે અમારા કુકીના ઉપયોગને કેવી રીતે નિયંત્રિત કરી શકો છો
તમારું બ્રાઉઝર અને ડિવાઇસ બ્રાઉઝર કુકીને સેટ કરવી કે તેને ડિલીટ કરવી તે પસંદ કરી શકો તેવું સેટિંગ પૂરૂં પાડી શકે છે. આ નિયંત્રણો વિશે વધુ માહિતી માટે, તમારા બ્રાઉઝર અથવા ડિવાઇસની મદદ સામગ્રીની મુલાકાત લો. Workplace સેવાઓના અમુક ભાગ જો તમારી પાસે બ્રાઉઝર કુકીનો ઉપયોગ બંધ કરેલ હોય તો યોગ્ય રીતે કાર્ય કરશે નહીં.
છેલ્લે ફેરફાર થયાની તારીખ: જૂન 10 2022