Workplace પ્રાઇવસી પોલિસી


Workplace from Meta એ Meta દ્વારા બનાવવામાં આવેલ એક ઓનલઇન પ્લેટફોર્મ છે જે યુઝરને કામ પર સહયોગ અને માહિતી શેર કરવાની મંજૂરી આપે છે. Workplace પ્લેટફોર્મમાં Workplace વેબસાઇટ, ઍપ અને સંબંધિત ઓનલાઇન સેવાઓ, એકસાથે "સેવા"નો સમાવેશ થાય છે.
આ પ્રાઇવસી પોલિસી વર્ણવે છે કે જ્યારે તમે સેવાનો ઉપયોગ કરો છો ત્યારે તમારી માહિતી કેવી રીતે એકત્રિત કરવામાં આવે છે, ઉપયોગમાં લેવાય છે અને શેર કરવામાં આવે છે.
આ સેવા, સંસ્થાઓ દ્વારા અને તેમની સૂચનાઓ અનુસાર ઉપયોગ માટે બનાવાયેલ છે અને તમને તમારા એમ્પ્લોયર અથવા અન્ય સંસ્થા દ્વારા પ્રદાન કરવામાં આવે છે જેણે સેવા (તમારી “સંસ્થા”) માટે તમારી એક્સેસ અને ઉપયોગને અધિકૃત કર્યો છે.
આ સેવા અન્ય Meta સેવાઓથી અલગ છે જેનો તમે ઉપયોગ કરી શકો છો. તે અન્ય Meta સેવાઓ તમને Meta દ્વારા પ્રદાન કરવામાં આવે છે અને તેમની પોતાની શરતો દ્વારા સંચાલિત થાય છે. જો કે, સેવા તમારી સંસ્થા દ્વારા પ્રદાન કરવામાં આવે છે અને આ પ્રાઇવસી પોલિસી અને Workplaceની સ્વીકાર્ય ઉપયોગની પોલિસી અને Workplace કુકી પોલિસી દ્વારા સંચાલિત થાય છે.
તમારી સંસ્થા તમારા Workplace એકાઉન્ટ ("તમારા એકાઉન્ટ") માટે જવાબદાર છે અને તેનું સંચાલન કરે છે. તમે સેવા દ્વારા સબમિટ કરો છો અથવા પ્રદાન કરો છો તે કોઈપણ ડેટાના સંગ્રહ અને ઉપયોગ માટે તમારી સંસ્થા પણ જવાબદાર છે અને આવો ઉપયોગ Meta સાથે તમારી સંસ્થાની શરતો દ્વારા સંચાલિત થાય છે.
આ પ્રાઇવસી પોલિસી ઉપરાંત, તમારી સંસ્થા પાસે વધારાની પોલિસી અથવા આચારસંહિતા હોઈ શકે છે જે સેવાના તમારા ઉપયોગના સંબંધમાં લાગુ થશે.
જો તમને સેવાના તમારા ઉપયોગ વિશે કોઈ પ્રશ્નો હોય, તો કૃપા કરીને તમારી સંસ્થાનો સંપર્ક કરો.

I. અમે કયા પ્રકારની માહિતી એકત્રિત કરીએ છીએ?
જ્યારે તમે, તમારા સહકાર્યકરો અથવા અન્ય યુઝર સેવાને એક્સેસ કરશો ત્યારે તમારી સંસ્થા નીચેની પ્રકારની માહિતી એકત્રિત કરશે:
  • તમારી સંપર્ક માહિતી, જેમ કે પૂરું નામ અને ઇમેઇલ એડ્રેસ;
  • તમારું યુઝરનેમ અને પાસવર્ડ;
  • તમારા કામકાજનું શીર્ષક, વિભાગની માહિતી અને તમારા કામકાજ અથવા સંસ્થાને લગતી અન્ય માહિતી;
  • જ્યારે તમે કોઈ એકાઉન્ટ માટે સાઇન અપ કરો છો, કન્ટેન્ટ બનાવો છો અથવા શેર કરો છો અને અન્ય લોકો સાથે મેસેજ કરો છો અથવા વાતચીત કરો છો ત્યારે તમે સેવાનો ઉપયોગ કરો છો ત્યારે તમે પ્રદાન કરો છો તે કન્ટેન્ટ, સહિત વાતચીત અને અન્ય માહિતી. આમાં તમે જે કન્ટેન્ટ આપો છો (જેમ કે metadata) તે અથવા તેના વિશેની માહિતીનો સમાવેશ થઈ શકે છે, જેમ કે ફોટાનું લોકેશન અથવા ફાઇલ બનાવી હતી તે તારીખ;
  • કન્ટેન્ટ, વાતચીત અને માહિતી કે જે અન્ય લોકો જ્યારે તેઓ સેવાનો ઉપયોગ કરે છે ત્યારે પ્રદાન કરે છે. આમાં તમારા વિશેની માહિતીનો સમાવેશ થઈ શકે છે, જેમ કે તેઓ જ્યારે તમારો ફોટો શેર કરે કે તેના પર કોઈ કોમેન્ટ કરે, તમને કોઈ મેસેજ મોકલે અથવા તમારી સંપર્ક માહિતી અપલોડ, સિંક કરો અથવા ઇમ્પોર્ટ કરે;
  • સેવાઓના યુઝર સાથેની અન્ય તમામ વાતચીત;
  • તમારી સંસ્થાને મોકલેલ યુઝરની વાતચીત, પ્રતિસાદ, સૂચનો અને વિચારો;
  • બિલિંગ માહિતી; અને
  • માહિતી કે જે તમે પ્રદાન કરો છો જ્યારે તમે અથવા તમારી સંસ્થા સેવા સંબંધિત પ્લેટફોર્મ સપોર્ટનો સંપર્ક કરો છો અથવા તેમાં જોડાણ કરો છો.

II. તમારી સંસ્થા આ માહિતીનો ઉપયોગ કેવી રીતે કરે છે?
તમારી સંસ્થા Metaને તમારી સંસ્થા અને અન્ય યુઝર માટે સેવા પ્રદાન કરવા અને સમર્થન આપવા માટે અને તમારી સંસ્થાની અન્ય કોઈપણ સૂચનાઓ અનુસાર, પ્લેટફોર્મના પ્રોવાઇડર તરીકે, Meta સાથે એકત્રિત કરે છે તે માહિતી શેર કરશે. અહીં આવા ઉપયોગના કેટલાક ઉદાહરણો છે:
  • યુઝર અને વ્યવસ્થાપકો સાથે સેવાઓના તેમના ઉપયોગના સંબંધમાં વાતચીત કરો;
  • તમારી સંસ્થા અને અન્ય યુઝર માટે સેવાની સુરક્ષા અને સલામતી વધારવી, જેમ કે શંકાસ્પદ એક્ટિવિટી અથવા લાગુ શરતો અથવા પોલિસીના ઉલ્લંઘનની તપાસ કરીને;
  • સેવાની અમારી જોગવાઈના ભાગરૂપે તમારા અને તમારી સંસ્થાના અનુભવોને વ્યક્તિગત કરવા;
  • તમારી સંસ્થા માટે સેવામાં નવા ટૂલ, પ્રોડક્ટ અથવા સેવાઓ વિકસાવવી;
  • સેવાની એકંદર કામગીરીને સુધારવા માટે એક જ વ્યક્તિ દ્વારા સંચાલિત વિવિધ ડિવાઇસ પર સેવા પર સાંકળતી એક્ટિવિટી;
  • હાજર હોઈ શકે તેવી ભૂલોને ઓળખવા અને તેને ઠીક કરવા; અને
  • સેવાઓને બહેતર બનાવવા માટે, સંશોધન સહિત, ડેટા અને સિસ્ટમ વિશ્લેષણો કરવા.

III. માહિતીનું પ્રકટીકરણ
તમારી સંસ્થા નીચેની રીતે એકત્રિત કરેલી માહિતી જાહેર કરે છે:
  • તૃતીય-પક્ષ સેવા પ્રોવાઇડરને જે સેવા અથવા સેવાનો ભાગ પ્રદાન કરવામાં સહાય કરીને;
  • ત્રાહિત-પક્ષ ઍપ, વેબસાઇટ અથવા અન્ય સેવાઓ પર કે જે સેવાઓ મારફતે કનેક્ટ કરી શકાતી હોય;
  • નોંધપાત્ર કોર્પોરેટ ટ્રાન્ઝેક્શનના સંબંધમાં, જેમ કે સેવાનું ટ્રાન્સફર, મર્જર, એકત્રીકરણ, સંપત્તિનું વેચાણ અથવા નાદારી અથવા નાદારીની અસંભવિત ઘટનામાં;
  • કોઈપણ વ્યક્તિની સલામતીનું રક્ષણ કરવા માટે; છેતરપિંડી, સુરક્ષા અથવા તકનીકી સમસ્યાઓને સંબોધવા; અને
  • સબપોના, વોરંટ, ડિસ્કવરી ઓર્ડર અથવા કાયદા અમલીકરણ એજન્સી તરફથી અન્ય વિનંતી અથવા ઓર્ડરના સંબંધમાં.

IV. તમારી માહિતીને એક્સેસ કરવી અને તેમાં ફેરફાર કરવો
તમે અને તમારી સંસ્થા સેવાની અંદરના ટૂલનો ઉપયોગ કરીને સેવા પર અપલોડ કરેલી માહિતીને એક્સેસ, સુધારી અથવા ડિલીટ કરી શકો છો (ઉદાહરણ તરીકે, તમારી પ્રોફાઇલ માહિતીમાં ફેરફાર કરવો અથવા એક્ટિવિટી લોગ દ્વારા). જો તમે સેવામાં આપેલા ટૂલનો ઉપયોગ કરીને આમ કરી શકતા નથી, તો તમારે તમારી માહિતીને એક્સેસ કરવા અથવા તેમાં ફેરફાર કરવા માટે સીધો તમારી સંસ્થાનો સંપર્ક કરવો જોઈએ.

V. EU-U.S. ડેટા પ્રાઇવસી ફ્રેમવર્ક
Meta Platforms, Inc. એ EU-U.S. ડેટા પ્રાઇવસી ફ્રેમવર્કમાં તેની સહભાગિતાને પ્રમાણિત કરી છે. અમે તે પ્રમાણપત્રમાં ઉલ્લેખિત પ્રોડક્ટ અને સેવાઓ માટે U.S.માં Meta Platforms, Inc.ને માહિતીના ટ્રાન્સફર માટે EU-U.S. ડેટા પ્રાઇવસી ફ્રેમવર્ક અને યુરોપિયન કમિશનના સંબંધિત પર્યાપ્તતા નિર્ણય પર આધાર રાખીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને Meta Platforms, Inc.ના ડેટા પ્રાઇવસી ફ્રેમવર્ક ડિસ્ક્લોઝરની સમીક્ષા કરો.

VI. ત્રાહિત-પક્ષ લિંક અને કન્ટેન્ટ
સેવામાં ત્રાહિત પક્ષો દ્વારા જાળવવામાં આવતા કન્ટેન્ટની લિંક હોઈ શકે છે જેને તમારી સંસ્થા નિયંત્રિત કરતી નથી. તમે મુલાકાત લો છો તે દરેક વેબસાઇટની પ્રાઇવસી પોલિસીની તમારે સમીક્ષા કરવી જોઈએ.

VII. એકાઉન્ટ બંધ કરવું
જો તમે સેવાઓનો ઉપયોગ બંધ કરવા માગતા હોવ, તો તમારે તમારી સંસ્થાનો સંપર્ક કરવો જોઈએ. એવી જ રીતે, જો તમે સંસ્થા માટે અથવા તેની સાથે કામ કરવાનું બંધ કરો, તો તમારું એકાઉન્ટ સસ્પેન્ડ અને/અથવા તમારા એકાઉન્ટ સાથે સંકળાયેલ કોઈપણ માહિતી ડિલીટ કરી શકે છે.
એકાઉન્ટ બંધ થયા પછી એકાઉન્ટને ડિલીટ કરી નાખવામાં સામાન્ય રીતે લગભગ 90 દિવસનો સમય લાગે છે, પરંતુ કેટલીક માહિતી વાજબી સમયગાળા માટે બેકઅપ કોપીમાં રહી શકે છે. કૃપા કરીને નોંધ કરો કે તમે સેવા પર જે કન્ટેન્ટ બનાવો છો અને શેર કરો છો તે તમારી સંસ્થાની માલિકીની છે અને તે સેવા પર રહી શકે છે અને તમારી સંસ્થા તમારા એકાઉન્ટને ડિએક્ટિવ કરે અથવા સમાપ્ત કરે તો પણ તે એક્સેસિબલ હોઈ શકે છે. આ રીતે, તમે સેવાઓ પર પ્રદાન કરો છો તે કન્ટેન્ટ અન્ય કન્ટેન્ટ પ્રકારો (જેમ કે પ્રસ્તુતિઓ અથવા મેમોઝ) જેવું રહે છે જેને તમે તમારા વર્ક કોર્સમાં જનરેટ કરી શકો છો.

VIII. પ્રાઇવસી પોલિસીમાં ફેરફારો
આ પ્રાઇવસી પોલિસી સમય સમય પર અપડેટ થઈ શકે છે. જ્યારે અપડેટ કરવામાં આવશે ત્યારે નીચે આપેલ “છેલ્લી અપડેટ કરાયેલ” તારીખમાં સુધારો કરવામાં આવશે અને નવી પ્રાઇવસી પોલિસી ઓનલાઇન પોસ્ટ કરવામાં આવશે.

IX. સંપર્ક
જો તમને આ પ્રાઇવસી પોલિસી અથવા Workplaceની સ્વીકાર્ય ઉપયોગની પોલિસી વિશે કોઈ પ્રશ્નો હોય, તો કૃપા કરીને તમારી સંસ્થાના સંચાલક દ્વારા તમારી સંસ્થાનો સંપર્ક કરો.
કેલિફોર્નિયાના રહેવાસીઓ માટે, તમે તમારા સંસ્થાના એડમિન દ્વારા તમારી સંસ્થાનો સંપર્ક કરીને તમારા ગ્રાહક પ્રાઇવસીના અધિકારો વિશે વધુ જાણી શકો છો.

છેલ્લે અપડેટ કરાયેલ: 10 ઓક્ટોબર, 2023