FACEBOOK, INC. અને EU-U.S. અને SWISS-U.S. પ્રાઇવસી શીલ્ડ
Facebook, Inc. (“Facebook”) એ નીચે આપેલા કોમર્સ ડિપાર્ટમેન્ટમાં વર્ણવેલી પ્રોડક્ટ અને સેવાઓ તથા અમારા સર્ટિફિકેશનના સંબંધમાં, યૂરોપિયન યુનિયન, યુનાઇટેડ કિંગડમમાં તથા જ્યાં સ્વિસ ડેટા નિયંત્રક ડેટા પ્રોસેસર તરીકે Facebookનો ઉપયોગ કરે છે ત્યાં, સ્વિટ્ઝર્લેન્ડ (“ભાગીદારો”)ના અમારા જાહેરાતકર્તાઓ, ગ્રાહકો અથવા બિઝનેસ ભાગીદારો પાસેથી આવેલા વ્યક્તિગત ડેટાના સંગ્રહ અને પ્રક્રિયા સંબંધી U.S. ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ સાથે EU-U.S. પ્રાઇવસી શીલ્ડ ફ્રેમવર્ક અને SWISS-U.S. પ્રાઇવસી શીલ્ડ ફ્રેમવર્ક (સામૂહિક રીતે, “પ્રાઇવસી શીલ્ડ ફ્રેમવર્ક”)ને પ્રમાણિત કર્યું છે, જોકે, Facebook, કેસ C-311/18માં EU કોર્ટ ઓફ જસ્ટિસના ચુકાદાને ધ્યાનમાં રાખીને થતાં વ્યક્તિગત ડેટાના ટ્રાન્સફર માટે EU-U.S. પ્રાઇવસી શીલ્ડ ફ્રેમવર્ક પર આધાર રાખતું નથી. પ્રાઇવસી શીલ્ડ પ્રોગ્રામ વિશે વધુ જાણવા માટે કૃપા કરીને www.privacyshield.gov પર જાઓ.
કાર્યક્ષેત્ર: Facebook, અમારા બિઝનેસ (સામૂહિક રીતે “ભાગીદાર સેવાઓ”)ના નીચે આપેલા ક્ષેત્રો માટે પ્રાઇવસી શીલ્ડના સિદ્ધાંતો (દરેક પ્રાઇવસી શીલ્ડ ફ્રેમવર્કમાં સેટ કર્યા મુજબ)નું પાલન કરે છે:
  • Workplace: Workplace એક એવી સેવા છે જે લોકોને કામકાજના સ્થાને વધુ અસરકારક રીતે સહયોગ કરવા અને માહિતી શેર કરવાની મંજૂરી આપે છે. પ્રોસેસર તરીકે Facebook Ireland અને પેટા-પ્રોસેસર તરીકે Facebook, Inc.ને રાખીને, ભાગીદારો (નોકરીદાતાઓ અથવા સંસ્થાઓ - ડેટા નિયંત્રકો) Facebook પર તેમના સભ્યો વિશેની વ્યક્તિગત માહિતી સબમિટ કરી શકે છે. જ્યારે ભાગીદારો અને તેમના સભ્યો કઈ માહિતી સબમિટ કરવી તે નક્કી કરે છે, ત્યારે સામાન્ય રીતે તેમાં બિઝનેસના સંપર્કો, ગ્રાહક અને કર્મચારીની માહિતી, કર્મચારી દ્વારા જનરેટ કરાયેલ કન્ટેન્ટ તથા સંચાર અને ભાગીદારના નિયંત્રણ હેઠળ આવતી અન્ય માહિતી જેવી બાબતો સામેલ હોય છે. વધુ માહિતી માટે, સભ્યો તેઓ જેના માધ્યમથી Workplace એકાઉન્ટ ધરાવે છે તે ભાગીદારનો સંપર્ક કરી શકે છે અને Workplaceની પ્રાઇવસી પોલિસીની સમીક્ષા કરી શકે છે.
  • જાહેરાતો અને મૂલ્યાંકન: Facebook, જાહેરાતો અને મૂલ્યાંકનની પ્રોડક્ટ ઓફર કરે છે અને તે સેવાઓ મારફતે આનુષંગિક ન હોય એવા ભાગીદારો (ડેટા નિયંત્રકો) પાસેથી Facebookને વ્યક્તિગત ડેટા મળી શકે છે કે જ્યાં Facebook Ireland એ પ્રોસેસર હોય અને Facebook, Inc. એ પેટા-પ્રોસેસર હોય છે. આમાં સંપર્ક માહિતી, અને ભાગીદારો તથા તેમની પ્રોડક્ટ, સેવાઓ, અને જાહેરાતો સાથેના વ્યક્તિઓના અનુભવો અથવા ઇન્ટરેક્શન વિશેની માહિતી જેવી બાબતોનો સમાવેશ થાય છે. અમારી જાહેરાતો અને મૂલ્યાંકનની પ્રોડક્ટ વિશે વધુ માહિતી માટે, અમારા Facebook જાહેરાતો વિશે પેજ અને અમારી ડેટા પોલિસી પર જાઓ.
Facebook, સંબંધિત ભાગીદાર સેવા પર લાગુ થતી શરતો અનુસાર અને અન્યથા ભાગીદારોની સૂચનાઓ અનુસાર ભાગીદાર સેવાઓ પ્રદાન કરવા માટે અમારા ભાગીદારો દ્વારા પ્રદાન કરવામાં આવતા વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કરે છે.
પસંદગી. પ્રાઇવસી શીલ્ડના સિદ્ધાંતો અંતર્ગત, વ્યક્તિઓની પાસે અહીં આપેલી બાબતોને ન પસંદ કરવાનો અધિકાર હોય છે, (i) તૃતીય પક્ષો સમક્ષ તેમની વ્યક્તિગત માહિતીની જાહેરાત; અથવા (ii) તેમની વ્યક્તિગત માહિતી મૂળભૂત રીતે જે હેતુ(ઓ) માટે એકત્રિત કરવામાં આવી હતી અથવા જેના માટે પાછળથી જે-તે વ્યક્તિએ અધિકૃતિ આપી હતી તેનાથી વાસ્તવિક રીતે ભિન્ન હેતુસર તે માહિતીનો ઉપયોગ કરવો. એક ડેટા પ્રોસેસર તરીકે, Facebook તેના ભાગીદારો સાથે કામ કરીને એ સુનિશ્ચિત કરે છે કે વ્યક્તિઓને પ્રાઇવસી શીલ્ડના સિદ્ધાંતો અંતર્ગત લાગુ થતી યોગ્ય પસંદગીઓ ઓફર થાય છે.
એક્સેસ. આવું કરવા માટેના અમારા અધિકૃત કાર્યક્ષેત્રમાં, અને પ્રાઇવસી શીલ્ડ અંતર્ગત અમારી પ્રતિબદ્ધતાઓ અનુસાર, Facebook તેના ભાગીદારો સાથે કામ કરીને વ્યક્તિઓને તેમના વિશેના તે વ્યક્તિગત ડેટાની એક્સેસ પ્રદાન કરશે કે જેને Facebook તેના ભાગીદારો વતી પોતાની પાસે રાખે છે. વ્યક્તિઓને અચોક્કસ સાબિત થાય એવા વ્યક્તિગત ડેટાને સાચો કરવા, સુધારવા અથવા ડિલીટ કરવા માટે સમર્થ બનાવવા માટે પણ Facebook વાજબી પગલાં લેશે કે જે કાં તો સીધી રીતે અથવા ભાગીદારોના સંબદ્ધમાં રહેશે.
તૃતીય પક્ષો. Facebook, Facebook કંપનીઓના ગ્રૂપમાં અને સેવા પ્રદાતાઓ અને અન્ય ભાગીદારો સહિત તૃતીય પક્ષોને ડેટા ટ્રાન્સફર કરી શકે છે. પ્રાઇવસી શીલ્ડના સિદ્ધાંતો અનુસાર, Facebook, એવા તૃતીય પક્ષો દ્વારા થનારી વ્યક્તિગત ડેટાની કોઈપણ પ્રક્રિયા માટે જવાબદાર રહે છે કે જે પ્રાઇવસી શીલ્ડના સિદ્ધાંતોની અસંગત હોય, સિવાય કે કોઈપણ કથિત નુકસાનનું કારણ બનનારી ઇવેન્ટ માટે Facebook જવાબદાર ન હતું.
કાયદાકીય વિનંતીઓ. અમારા ભાગીદારો દ્વારા અમને ટ્રાન્સફર કરવામાં આવેલો વ્યક્તિગત ડેટા એ અદાલતતી હાજરી-આદેશ (સબ્પીના), વોરંટ અથવા ઓર્ડર જેવી કાયદાકીય વિનંતીઓ અથવા અન્ય અદાલતી અને સરકારી પ્રક્રિયા અનુસાર જાહેરાતને અધીન હોઈ શકે છે. વધુ માહિતી માટે, Facebook ડેટા પોલિસીના “કેવી રીતે અમે કાયદાકીય વિનંતીઓનો જવાબ આપીએ છીએ અથવા હાનિ થવાથી અટકાવીએ છીએ?” વિભાગની અને Workplace પ્રાઇવસી પોલિસીના “માહિતીની જાહેરાત” વિભાગની સમીક્ષા કરો.
અમલીકરણ. પ્રાઇવસી શીલ્ડના સિદ્ધાંતોનું Facebook દ્વારા થનારું અનુપાલન U.S. ફેડરલ ટ્રેડ કમિશનના તપાસણી અને અમલીકરણ સત્તાઓને અધીન છે.
પ્રશ્નો અને તકરારો. અમારા પ્રાઇવસી શીલ્ડ પ્રમાણનથી સંબંધિત કોઈપણ પ્રશ્નો કે ચિંતાઓ બાબતે કૃપા કરીને અમારો સંપર્ક કરો. તમારી પાસે અમારા પ્રમાણનના સંબદ્ધમાં તમને અમારી સાથે હોય તે કોઈપણ લાગુ તકરારોનો ઉકેલ યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થિત એક વૈકલ્પિક તકરાર નિવારણ પ્રદાતા એવા TRUSTe મારફતે લાવવાનો વિકલ્પ હોય છે. તમે TRUSTeનો સંપર્ક તેમની વેબસાઇટ મારફતે કરી શકો છો. અમુક સંજોગોમાં, દરેક પ્રાઇવસી શીલ્ડ ફ્રેમવર્કમાં પ્રાઇવસી શીલ્ડના સિદ્ધાંતોના પરિશિષ્ટ I માં વર્ણવ્યા મુજબના અન્ય માધ્યમો દ્વારા ઉકેલવામાં ન આવેલી ફરિયાદોનો ઉકેલ લાવવા માટે ફરજિયાત આર્બિટ્રેશનની માંગ કરવાનો અધિકાર પ્રાઇવસી શીલ્ડ ફ્રેમવર્ક પ્રદાન કરે છે. આ ઉપરાંત, પ્રાઇવસી શીલ્ડ ફ્રેમવર્કના ભાગ રૂપે, EU અને સ્વિટ્ઝર્લેન્ડ (અનુક્રમે)થી U.S.માં મોકલવામાં આવેલા ડેટા માટે રાષ્ટ્રીય સુરક્ષા એક્સેસથી સંબંધિત વિનંતીઓની પ્રક્રિયા સુગમ બનાવવા માટે U.S. રાજ્ય વિભાગના વરિષ્ઠ કોઓર્ડિનેટર લોકપાલ તરીકે સેવા આપે છે.
Facebookની પ્રાઇવસી સંબંધી પદ્ધતિઓ વિશે વધુ માહિતી માટે કૃપા કરીને અમારી ડેટા પોલિસીની સમીક્ષા કરો.